
RJD નેતા તેજસ્વી યાદવે નીતિશ કુમાર સરકાર પર પ્રહાર
By
2025-03-15બિહારમાં વિધાનસભાની ૨૪૩ બેઠકો માટે આ વર્ષે ચૂંટણી યોજાવાની છે, જોકે તે પહેલા રાજ્યના રાજકારણમાં ભારે ઘમસાણ જોવા મળી રહ્યું છે. એકતરફ JDU – BJP છાવણીમાં CM ચહેરા અંગેની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છો, તો બીજીતરફ RJD નેતા તેજસ્વી યાદવે નીતિશ કુમાર સરકાર પર ગંભીર આક્ષેપ કરી પટણામાં ધરણા-પ્રદર્શન શરૂ કરી દીધા છે.
પટણામાં ધરણા પર બેઠેલા તેજસ્વી યાદવે નીતિશ સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે હાથમાં પોસ્ટર સાથે જોવા મળ્યા છે. પોસ્ટરમાં મોટા અક્ષરોથી લખાયું છે કે, ‘૧૬ ટકા અનામતની ચોરી બંધ કરો.’ આ દરમિયાન તેજસ્વીને મુખ્યમંત્રી નીતિશ કુમારને મહાગઠબંધનમાં સામેલ કરવા અંગેનો સવાલ કરવામાં આવ્યો હતો. આ ઑફરવાળો સવાલ સાંભળતા જ તેજસ્વી ભડકી ગયા હતા.
મીડિયાના સવાલ પર ભડકેલા તેજસ્વીએ કહ્યું કે, ‘હવે સીધી ચૂંટણી યોજાશે. અમને કોઈપણ ઑફર મળી નથી. હવે માત્ર ચૂંટણી થશે. લાલુજી અને હું અધિકૃત છીએ. આરજેડી અનામત મુદ્દે ગૃહથી રસ્તા સુધી લડતું રહેશે, કોર્ટથી મીડિયાના ડિફેટ સુધી લડતા રહીશું.’
તેજસ્વી યાદવે કહ્યું હતું કે, ‘અમારી સરકાર દ્વારા બિહારમાં ૬૫% અનામત વધારવામાં આવ્યું હતું, જેને અટકાવી દેવાતા અનુસૂચિત જાતિ/જનજાતિ, પછાત અને સૌથી પછાત વર્ગના ઉમેદવારોને ૧૬% અનામતનું સીધું નુકસાન થઈ રહ્યું છે. આ કેટેરીના ૫૦ હજારથી વધુ યુવાઓએ નોકરી ગુમાવવી પડી છે. શિક્ષક નિમણૂકના ત્રીજા તબક્કામાં પણ અનામત લાગુ ન કરવાના કારણે આ કેટેગરીના હજારો ઉમેદવારોને નોકરીઓનું નુકસાન થઈ રહ્યું છે.’