રાહુલ ગાંધીના વિવાદિત નિવેદન પર હર્ષ સંઘવીનો પલટવાર
By POLITICS
2024-04-28કૉંગ્રેસના યુવરાજ એ ભૂલી ગયા કે રાજા મહારાજ ઓ એ દેશ ને રજવાડા અર્પણ કર્યા.. જે ઈચ્છા થઈ એ તો કોંગ્રેસ ની સરકારો એ ઉઠાવ્યું અને લૂંટ્યું. લોકસભા 2024ના પ્રથમ તબક્કા (Phase-1)નું મતદાન 19મી એપ્રિલે અને બીજા તબક્કા (Phase-2)નું મતદાન 26 એપ્રિલ (શુક્રવારે) થયું હતું. રાજકીય પક્ષો ત્રીજા તબક્કાના મતદાન માટે પૂરજોશમાં તૈયારી કરી રહ્યા છે અને પક્ષના સ્ટાર પ્રચારકો રેલીઓ કરી રહ્યા છે. આ દરમિયાન રાજકીય પક્ષોના નેતાઓ એકબીજા પર નિવેદનબાજી કરી રહ્યા છે. તેમજ જ્યારે ગુજરાતમાં ક્ષત્રિય સમાજ પરશોત્તમ રૂપાલા (Parshottam Rupala)ના નિવેદનને લઈને નારાજ છે ત્યારે હવે રાહુલ ગાંધી (Rahul Gandhi)એ રાજા-મહારાજાઓને લઈને નિવેદન આપ્યું હતું. જેને લઈને વિવાદ ઉભો થયો છે. રાહુલના આ નિવેદન પર ગુજરાતના ગૃહરાજ્યમંત્રી (Minister of State for Home)એ સોશિયલ મીડિયા પર પલટવાર કરતા રાજકારણ ગરમાયું છે.