JEE મેઇન્સમાં સુરતના ત્રણ વિદ્યાર્થીઓને રેન્ક
By NEWS
2024-04-26JEE મેઇન્સમાં સુરતના ત્રણ વિદ્યાર્થીઓને રેન્ક : મોટી સંખ્યામાં 99.99 પર્સન્ટાઇલ
JEE મેઇન્સના જાહેર થયેલા પરિણામમાં સુરતની વિદ્યાર્થીની મનવી મહેતા ઓલ ઇન્ડિયા લેવલે ૬૭ મો રેન્ક હાંસિલ કરીને સુરતનુ નામ દેશભરમાં ચમકાવ્યુ હતુ. તો અન્ય બે વિદ્યાર્થીઓ પણ રેન્ક હાંસિલ કર્યો છે. સુરત શહેર-જિલ્લામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ૯૯.૯૯ પર્સન્ટાઇલ રેન્ક હાંસિલ કર્યો છે. તો ગુજરાતી માધ્યમમાં સુરતનો વિદ્યાર્થી આર્જવ દેસાઇ સમ્રગ ગુજરાતમાં ટોપર બન્યો હોવાનો દાવો થયો હતો.